Gujarat

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત" વિશ્વ દિવ્યાંગ દિવસ "ની ઉજવણી

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત" વિશ્વ દિવ્યાંગ દિવસ "ની ઉજવણી

ભરૂચ: અસ્મીતા વિકાસ કેન્દ્ર  ( ત્રાલસા,ભરૂચ),  જિલ્લા સમાજ  સુરક્ષા  કચેરી (ભરૂચ) તેમજ સિવિલ હોસ્પિટલ (ભરૂચ) ના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે  આજ તા..૩/૧૨/૨૦૨૧  ના રોજ ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈ - બહેનો ને દિવ્યાંગતા પ્રમાણપત્ર  તથા યુ ડી આઈ ડી કાર્ડ મળી રહે તે હેતુ થી કેમ્પનું આયોજન કરાયુ હતું .આ કાર્યક્રમમાં  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  એ.વાય મંડોરી, સિવિલ સર્જન એસ આર પટેલ ,અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ યશવંતભાઈ, મેનેજિંગ ટ્સ્ટી સમીરભાઈ, શ્રીમતી ઉષાબેન મિશ્રા અદાણી કંપનીના  એચ આર હેડ ઉષાબેન મિશ્રા, ડી.ઈ.ઓ દિવ્યેશ, નાયબ મામલતદાર એ.આર માછી, ડો. જયદીપ મેખીયા તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગ ભાઈ-બહેનોને સરકાર દ્વારા સમાજ  સુરક્ષા વિભાગ તરફથી મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી .દરેક યોજનાઓ નો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો . આજના દિવ્યાંગ દિન  નિમિતે  જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા ૮૩ દિવ્યાંગ બાળકો ને રૂ.૧૦,૦૦૦  લેખે ૮ લાખ ૩૦  હજારનો ચેક સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સંસ્થાને અર્પણ કર્યો હતો . અદાણી કંપની દહેજ દ્વારા આજે ઉપસ્થિત રહેલ દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી. ઘણી મોટી સંખ્યામાં  જિલ્લામાંથી વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થી ભાઈ બહેનો એ લાભ લીધો હતો..