Gujarat

108 ઈમરજન્સી સેવા દ્વારા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવાઈ

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
108 ઈમરજન્સી સેવા દ્વારા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવાઈ

ભરૂચ: હાંસોટના બાડોદરા ગામના રહેવાસી સેજલબેન ધનસુખભાઈ રાઠોડ અપૂરતા મહિના હતાં. તેમને પ્રસુતિની પીડા થતા 108  ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો. તેમને વધુ સારવાર મળે એ માટે ‍108 ઇ.એમ.ટી હિતેશભાઈ પટેલ અને પાઇલોટ સુલતાનભાઈ ગોહિલ હોસ્પિટલ  તરફ જઇ રહયા હતાં ત્યારે અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે પોહચતા  ઈ. એમ.ટી. હિતેશભાઈને ડીલીવરી નાં લક્ષણો જણાયા હતાં. પરિસ્થિતીને પારખી ગયેલા હિતેશભાઈ અને પાયલોટ  સુલતાનભાઈ  બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

પ્રસુતી વખતે બાળકના ગળામાંં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ 108 આોફિસમા બેઠેલા ડોક્ટરની સલાહ લઇને હેમખેમ બાળકના ગળા માથી ના ને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી હતી.બાળકીના જન્મ સમયે બાળકી કોઈ પણ પ્રકારની હળકત  ન કરતા હિતેષભાઇએ ફરી ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપી બાળકીનો જીવ બચાવ્યો હતો.સેજલબેને દીકરીને જન્મ આપતાં તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો.માતા અને બાળકને  વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે.

૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ 108ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ્ગતાનાીબ  ઇ.એમ.ટી હિતેશભાઈ તેમજ પાઇલોટ સુલતાનભાઈની  ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી