Gujarat

જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનની શરૂઆત

By GS Team
28 Nov 20211 min read
This article was originally published on 28 Nov 2021
જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનની શરૂઆત

ભરૂચ: જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે.  જૂના તવરા ગામ માં વસતા તમામ સમાજના યુવાનો પોતાના સમાજની ટીમ બનાવી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.  ૨૦  ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.ગામમાં એકતાની ભાવના રહે, લોકોમાં સમભાવ જળવાઈ રહે અને એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તે હેતુથી  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.  આજે વહેલી સવારે દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ ફોડી રીબીન કાપી ટુર્નામેન્ટનો ઓપનિંગ કરાયું હતું.