ભરૂચ: દહેજ GIDCમાં કંપનીમાં વહેલી સવારે ભયંકર આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં અફરાતફરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dahej GIDC Fire: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDCમાં આવેલી એક કંપનીમાં આજે (17મી ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં ઉત્પાદન કે પ્રોસેસનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા
આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ આસપાસની કંપનીઓ અને સ્થાનિક ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.









