ભરૂચનાં પાલેજ નજીક ઇકો કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર પાલેજ નજીક સાસરોડ ગામ પાસે ઇકો ગાડી અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ઇકો ગાડીમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો હતો જોકે ધડાકા ભેર અકસ્માત થતાં એક સમયે ઇકો ગાડીમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટયા હતા અકસ્માત માં ઇકો ગાડીમાં ભારે નુક્સાન થવા પામ્યું છે અકસ્માત ના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

