ઝઘડિયા જીઆઇડીસીનો ચકચારભર્યો ડિસેમ્બર ૨૦૨૪નો કેસ બાળકી પર દુષ્કર્મ અને મોત બાદ ફાંસીની સજાના ગુનેગારનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષ-૨૦૨૪ના ડિસેમ્બર માસમાં ભરૃચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયા બાદ ફાંસીની સજા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયેલા મૂળ ઝારખંડના ૩૭ વર્ષના ગુનેગારની તબિયત બગડયા બાદ આજે તેનું સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી પણ આ જ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઝારખંડનો પરિવાર ઝઘડિયા જીઆઇડીસીમાં કામ માટે આવ્યો હતો. તા.૧૬ ડિસેમ્બરે આ પરિવારની ૧૦ વર્ષની બાળા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા બાદ તેની વ્યાપક શોધખોળ દરમિયાન જીઆઇડીસીની ઝાડીઓમાંથી બાળકી ગંભીર હાલતમાં મળી હતી. તેના પર દુષ્કર્મ થયું હોવાનું ફલિત થતા ઝઘડિયા પોલીસે વિજય શ્રીરામશંકર પાસવાન (મુળ રહે.ઝારખંડ)ની ધરપકડ કરી હતી.
પોલીસે બાળાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી પરંતુ વિજય પાસવાને આચરેલી ક્રૂરતાના કારણે બાળા ૮ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. આ ગુનાને ખુબ ગંભીર ગણાવી પોલીસે વિજય પાસવાન સામે માત્ર ૭૨ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી હતી. ફેબુ્રઆરી-૨૦૨૫માં અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને ન્યાયાધીશે મે માસમાં જ ચૂકાદો આપી રેરેસ્ટ કેસ ગણાવી વિજય પાસવાનને ફાંસીની સજા સંભળાવી હતી.
વિજય પાસવાનને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન બે દિવસ પહેલાં તેને છાતીમાં દુઃખાવો થતા તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું છે. આજે વિજયની પત્ની બબીતાદેવી ઝારખંડથી પતિની લાશ લેવા આવી ગઇ હતી અને તેને તંત્ર પર પણ આરોપો લગાવ્યા હતાં.




