માણેજા ક્રોસિંગ પાસે મોપેડને બસે ટક્કર મારતા યુવાનનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના માણેજા ક્રોસિંગ પાસે મોડી રાત્રે એક મોપેડને એસટી બસે અડફેટમાં લેતા મોપેડ ચાલકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ માણેજા વિસ્તારમાં વ્રજદર્શન સોસાયટીમાં રહેતો ધર્મેશ ઘનશ્યામ ઠાકોર કોર્પોરેશનના ગાર્ડનમાં ગઇ રાત્રે લાઇટો લગાવતો હતો ત્યારે વાયર લગાવવાના બાકી હોવાથી તેણે તેના પિતરાઇ ભાઇ હાર્દિક કનુભાઇ ઠાકોર (ઉ.વ.૨૫)ને ફોન કરીને બોલાવતા તે પણ આવ્યો હતો. દરમિયાન રાત્રે એક વાગે હાર્દિક મોપેડ લઇને નીકળ્યો હતો ત્યારે માણેજા ક્રોસિંગ પાસે રોડ ક્રોસ કરતી વખતે એક એસટી બસે જોરદાર ટક્કર મારતા હાર્દિક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માતની જાણ થતાં ધર્મેશ તેમજ અન્ય લોકો સ્થળ પર દોડી ગયા હતા અને હાર્દિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે એસટી બસ સુરતથી દાહોદ જતી હતી ત્યારે અકસ્માત થયો હતો જ્યારે બસનો ચાલક રમેશ દલાભાઇ કળમી (રહે.ગરબાડા તા.દાહોદ) જાણવા મળ્યું છે.
અકસ્માતના અન્ય બનાવમાં ડાંગીકુવા ખાતે પરમાર ફળિયામાં રહેતો મહેશ વાડીલાલ પરમાર (ઉ.વ.૨૫) તા.૪ની રાત્રે નોકરી પરથી છૂટીને બાઇક પર ઘેર જતો હતો. અમદાવાદ-સુરત નેશનલ હાઇવેથી વાઘોડિયા બ્રિજ ઉતરતી વખતે રાત્રે પોણા બાર વાગે રોડ પર પશુ આવી જતા અકસ્માત થતા તે રોડ પર નીચે પટકાયો હતો આ વખતે પાછળથી પૂરપાટઝડપે આવતા અજાણ્યા વાહને ટક્કર મારતા મહેશને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.




