Baroda

મકાનની લોનના હપ્તાના ટેન્શનમાં યુવાનનો આપઘાત

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
ભાલીયાપુરા ગામમાં બ્રિંજા રેસિડેન્સીમાં રહેતા 38 વર્ષીય સ્વપ્નિલ પાટીલે મકાનની ₹22 લાખની લોનના ₹25 હજારના માસિક હપ્તાના ટેન્શનમાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેઓ મકરપુરા GIDCની કંપનીમાં નોકરી કરતા હતા. છેલ્લા ત્રણ દિવસથી ટેન્શનમાં હતા, જેથી તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકાનની લોનના હપ્તાના  ટેન્શનમાં યુવાનનો આપઘાત

મકાનની લોનના હપ્તાના ટેન્શનમાં યુવાને ઘરે જ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના ભાલીયાપુરા ગામમાં બ્રિંજા રેસિડેન્સીમાં રહેતા ૩૮ વર્ષના સ્વપ્નિલ જગદીશભાઇ પાટિલ મકરપુરા જી.આઇ.ડી.સી. ની કંપનીમાં નોકરી કરતા હતા. પત્ની અને માતા સાથે રહેતા સ્વપ્નિલ પાટિલે આજે સવારે ઘરે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કેસ સ્વપ્નિલે મકાન માટે ૨૨ લાખની લોન લીધી હતી. તેનો માસિક હપ્તો ૨૫ હજાર હતો. મકાનના હપ્તાના ટેન્શનમાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી ટેન્શનમાં હતા. તેના કારણે જ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. જે અંગેપોલીસે વધુ તપાસ હાથ ધરી છે.