Baroda

ગોત્રીમાં ચાની લારી પર યુવકની જાહેરમાં ઘાતકી હત્યા,માસીયાઇ ભાઇએ જ છાતીમાં ખચાખચ ઘા ઝીંકી દીધા

By GS Team
3 Nov 20261 min read
TukuTouch Logo
ગોત્રી પોલીસ સ્ટેશન રોડ પર ચાની લારી પાસે આજે બપોરે એક યુવકની ઘાતકી હત્યા થઈ હતી. માસીયાઈ ભાઈ જય ઉર્ફે ટીંકુ શાહુએ કામ ન આપવાના મુદ્દે યુવરાજ ડોડીયાને છાતીમાં ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મિત્ર પ્રદીપ જાદવે યુવરાજને પકડી રાખ્યો હતો. આ ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીમાં ચાની લારી પર યુવકની જાહેરમાં ઘાતકી હત્યા,માસીયાઇ ભાઇએ જ છાતીમાં ખચાખચ ઘા ઝીંકી દીધા

ગોત્રી પોલીસ સ્ટેશન રોડ પર આજે બપોરે જાહેરમાં એક યુવકની ચા ની લારી પર કામ નહિ આપવાના મુદ્દે તેના માસીયાઇ ભાઇએ જ ઘાતકી હત્યા કરી હોવાના બનાવે ચકચાર મચાવી હતી.
ગોત્રીના બંસલ મોલ પાછળ ઇલાઇટ હાર્મનીમાં રહેતા અને વ્રજવેણુ હોસ્પિટલ સામે જય માતાજી ટી સ્ટોલ અને પાનનો ગલ્લો ધરાવતા ૬૩વર્ષીય સરોજબેન ઠક્કરે પોલીસને કહ્યું હતું કે,મારી લારી પર ભાણીયો કિશન તેમજ મારા મામાનો પૌત્ર યુવરાજ ડોડીયા કામ કરે છે.
આજે બપોરે ત્રણેક વાગ્યે અમે લારી પાસે બેઠા હતા ત્યારે મારો બીજો ભાણીયો જયઉર્ફે ટીંંંકુ શાહુ તેનો મિત્ર પ્રદીપ જાદવ વગેરે પણ ત્યાં હાજર હતા.યુવરાજ ખુરશીમાં બેઠો હતો ત્યારે એકાએક મારા ભાણીયા જય શાહુએ તેને ગાળો ભાંડવા માંડી હતી અને મારો ભાઇ(કિશન)બધું કામ કરે છે,મને કેમ રાખતા નથી,હું કેટલા દિવસથી આવું છું તો પણ મને કામ આપતા નથીકે પૈસા પણ આપતા નથી..તેમ કહી યુવરાજની ફેંટ પકડી લીધી હતી.
સરોજબેને કહ્યું છે કે,આ વખતે જયના મિત્ર પ્રદીપ જાદવે યુવરાજને પકડી રાખ્યો હતો અને જયે કમરના ભાગેથી ચપ્પુ કાઢી યુવરાજની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા.જેથી લોહીની પીચકારી ઉડતાં તે નીચે પડી ગયો હતો અને ત્યારબાદ બંને હુમલાખોર ભાગી ગયા હતા.ગોત્રીના પીઆઇ એચબી ચાવડાએ આ અંગે ભાગી છૂટેલા બંને આરોપી સામે ગુનો નોંધી ત્રણટીમો રવાના કરી છે.