Baroda

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.23.10 કરોડના કામો મંજૂરી માટે રજૂ

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે સમિતિ ખંડમાં યોજાશે. કુલ 6 કામો મંજૂરી માટે રજૂ કરાયા છે, જેમાં રૂ. 23,10,71,771નો ખર્ચ થશે. સમા-સાવલી કેનાલ પાસે વધારાની કામગીરી, નટુભાઈ સર્કલ પાસે ડ્રેનેજ લાઈન ભંગાણના રૂ. 23.33 લાખના ખર્ચને જાણમાં લેવા, હરણીમાં નવા ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સ, મુખ્ય માર્ગો પર લાઇટિંગ નિયંત્રણ પેનલ, લાઇટિંગ કોન્ટ્રાક્ટ લંબાવવા અને 19 વોર્ડમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજવા કમિશનરને સત્તા સોંપવાની દરખાસ્તો પર નિર્ણય લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.23.10 કરોડના કામો મંજૂરી માટે રજૂ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે સમિતિ ખંડમાં યોજાશે. બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના કુલ છ કામો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. આ કામો પાછળ કુલ રૂ. 23,10,71,771ના ખર્ચ અંગે સ્થાયી સમિતિ નિર્ણય લેશે.
સમા-સાવલી કેનાલ પાસે અગાઉની કામગીરી બાદ વધારાની કામગીરી કરવાની નોબત આવતા તે અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બીજી તરફ નટુભાઈ સર્કલ પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડતાં રૂ.23.33 લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચને જાણમાં લેવા માટેની દરખાસ્ત પણ બેઠકમાં રજૂ કરાઈ છે.
હરણી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન સાથે સ્ટાફ માટેના ક્વાર્ટર્સ બનાવવાની કામગીરી અંગે પણ દરખાસ્ત રજૂ થઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર લાઇટિંગ વ્યવસ્થાની દેખરેખ અને નિયંત્રણ માટે પેનલ લગાવવાની કામગીરી કોન્ટ્રાક્ટથી કરાવવા અંગે પણ નિર્ણય લેવાશે.
આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ શહેરમાં લાઇટિંગ કરવાની કામગીરી માટેના હાલના કોન્ટ્રાક્ટની સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત પણ બેઠકમાં રજૂ કરવામાં આવી છે.
શહેરના 19 વોર્ડમાં તબક્કાવાર નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજવા માટેના ખર્ચ સહિતની કામગીરી અને સમય નક્કી કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત પણ રજૂ થઈ છે.