Baroda

એસ.ટી. બસની અડફેટે ગંભીર રીતે ઘાયલ શ્રમજીવીનું મોત

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ST બસની અડફેટે ગંભીર રીતે ઘાયલ 30 વર્ષીય રાજેશ ખાંટનું સારવાર દરમિયાન મોત થયું છે. પંચમહાલના ખટકપુરનો રાજેશ રોડ ક્રોસ કરતી વખતે બસની ટક્કરથી પૈડા નીચે કચડાયો હતો. હરણી પોલીસે બસ ડ્રાઈવર મુકેશ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસ.ટી. બસની અડફેટે ગંભીર રીતે ઘાયલ શ્રમજીવીનું મોત

કારેલીબાગ વુડા સર્કલ પાસે રોડ ક્રોસ કરતા સમયે એસ.ટી.બસની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે હરણી પોલીસે ડ્રાઇવરની સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શેહરા નજીકના ખટકપુર ગામે રહેતો ૩૦ વર્ષનો રાજેશ અર્જુનભાઇ ખાંટ એકલો રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. વડોદરા આવેલો રાજેશ ગઇકાલે બપોરે સાડા ચાર વાગ્યે કારેલીબાગ વુડા સર્કલ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન એક એસ.ટી.બસના ચાલકે તેને ટક્કર મારતા બસના તોતિંગ પૈંડા તેના પર ફરી વળતા પગ છૂટો પડી ગયો હતો. તેની આંગળીઓ પણ રોડ પર છૂટી પડી ગઇ હતી. અરેરાટીભર્યા અકસ્માતના કારણે લોકો ટોળે વળ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. હરણી પોલીસે એસ.ટી. બસના ડ્રાઇવર મુકેશ વેચાતભાઇ ડામોર (રહે. ગામ કંકાસીયા,તા.ફતેપુરા,જિ.દાહોદ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.