વડોદરામાં મહિલા પોલીસ ગરબે ઘૂમશે,આયોજકો-પોલીસ વચ્ચે મીટિંગઃયુવતીઓની સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ભાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગરબા આયોજકો અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે યોજાયેલી મીટિંગમાં યુવતીઓની સુરક્ષાના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા આયોજકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓ સાથેની મીટિંગમાં ગરબા આયોજકોએ શી ટીમની મહિલા પોલીસનો સહયોગ વધે તેવી રજૂઆત કરી હતી.જેથી પોલીસ કમિશનરે તેમની રજૂઆત ધ્યાને લીધી હતી.મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે પણ ઘૂમશે.
પોલીસ દ્વારા યુવતીઓની સુરક્ષા પર ભાર મુકવામાં આવ્યો હતો.આ માટે ગરબા ગ્રાઉન્ડ પર પુરતા કેમેરા,પાર્કિંગમાં લાઇટ, ટ્રાફિક મેનેજમેન્ટ,સિક્યુરિટી ગાર્ડ્સ અને ફાયર સેફ્ટી જેવી વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગરબા શરૃ થવાના તેમજ પુરા થવાના સમયે ગરબા ગ્રાઉન્ડ અને તેની આસપાસના રૃટ પર પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બનતી હોવાથી આડેધડ પાર્કિંગ ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે કાર્યકરોને પોલીસને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી.




