Baroda

છાણીના VMC ક્વાટર્સમાં મહિલાએ સળગતો સિલિન્ડર દાદરમાં ફેંકતા અફરાતફરી,બે જણા કૂદી પડ્યા,ચારનું રેસ્ક્યૂ

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
છાણી વિસ્તારમાં ગઈકાલે રાત્રે VMC ક્વાર્ટર્સના પહેલા માળે આવેલા ફ્લેટમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. મહિલાની સતર્કતાથી સિલિન્ડર બહાર ફેંકાયો, પરંતુ સ્પાર્કથી આગ ભભૂકી. જીવ બચાવવા 2 લોકો કૂદ્યા, જ્યારે ફાયર બ્રિગેડે 4 જણાનું રેસ્ક્યૂ કર્યું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણીના VMC ક્વાટર્સમાં મહિલાએ સળગતો સિલિન્ડર દાદરમાં ફેંકતા અફરાતફરી,બે જણા કૂદી પડ્યા,ચારનું રેસ્ક્યૂ

છાણી વિસ્તારમાં ગઇ રાત્રે ફ્લેટના પહેલા માળે આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.જીવ બચાવવા માટે બે જણા પહેલા માળેથી કૂદી પડયા હતા,જ્યારે ચાર જણાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
વીએમસી ક્વાટર્સના પહેલા માળે કુલ ચાર ફ્લેટ આવેલા છે.જેમાં એક ફ્લેટમાં રાત્રે રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતાં મહિલાએ સતર્કતા રાખી ગેસ સિલિન્ડર ફ્લેટની બહાર દાદર પર ફેંક્યો હતો.
ત્યારબાદ સ્પાર્ક થવાને કારણે સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગની જ્વાળાઓ ફ્લેટની બીજા માળ સુધી ફેલાતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને બૂમરાણ મચતાં ટોળાં જામ્યાં હતા.આ વખતે પહેલા માળેથી પુષ્પાબેન અને કાર્તિકભાઇ કૂદી ગયા હતા.
બૂમરાણ થતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પણ આવી જતાં પહેલા માળના અન્ય બે ફ્લેટમાંથી ચાર જણાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સારાનસીબે બનાવને કારણે કોઇને ગંભીર જાનહાનિ થઇ નહતી અને મોટી દુર્ઘટના ટળી હતી.