Baroda

પેટના ઓપરેશન બાદ તબિયત લથડી, સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાં પાવીજેતપુરના વાવડી ગામના 52 વર્ષીય ચંપાબેન રાઠવાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 11 સપ્ટેમ્બરે પારુલ સેવાશ્રમમાં પેટના ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા તેમને 29 સપ્ટેમ્બરે સયાજીમાં ખસેડાયા હતા. ગઈકાલે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત થયું. રાવપુરા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જે બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટના ઓપરેશન બાદ તબિયત લથડી, સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત

Vadodara Sayaji Hospital : પાવીજેતપુર તાલુકાના વાવડી ગામના 52 વર્ષીય ચંપાબેન બાલુભાઈ રાઠવાનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
ચંપાબેનનું ગત 11 સપ્ટેમ્બરના રોજ પારુલ સેવાશ્રમ ખાતે પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતાં વધુ સારવાર માટે તેમને 29 સપ્ટેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સયાજી હોસ્પિટલમાં ચંપાબેનને ડી યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે કરાલી પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.