રોડ પર ઢોળાયેલા ઓઇલના કારણે મોપેડ સ્લીપ, મહિલાનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતાપનગર બ્રિજ ઉતરીને હજીરા સર્કલ પહેલા રોડ પર ઢોળાયેલા ઓઇલના કારણે મોપેડ સ્લીપ થતાં નીચે પટકાયેલી મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખાનંદ સોસાયટીમાં રહેતો ધર્મેશ રામદાસ બારીયા તા.૨૩ના રોજ સાંજે વારસિયા વિસ્તારમાં ગયો હતો અને ત્યાંથી પરત અટલાદરા જતો હતો. આ વખતે તેના ઇલેક્ટ્રિક મોપેડ પર તેના ફોઇ કાન્તાબેન બારીયા પણ સવાર હતાં.
સાંજના સવા સાત વાગ્યાના સુમારે પ્રતાપનગર બ્રિજ ઉતરીને હજીરા સર્કલ તરફ જતી વખતે રોડ પર ઢોળાયેલા ઓઇલ જેવા પ્રવાહીના કારણે અચાનક મોપેડ સ્લીપ થઇ ગયું હતું અને કાન્તાબેન મોપેડ પરથી નીચે પટકાતા તેમને માથામાં ઇજા થતા બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા તેમનું આઇસીયુંમાં જ મોત નિપજ્યું હતું. આ અંગે મકરપુરા પોલીસે ધર્મેશ બારીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




