જેટકોના એન્જિનિયર પર મહિલાનો ચાકૂથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અંગત અદાવતના કારણે જેટકોના એન્જિનિયર પર દંપતીએ હુમલો કરી ચાકૂ મારી દીધું હતુંં. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓલ્ડ પાદરા રોડ સ્થિત દેવદિપનગર સોસાયટીમાં રહેતા અને રેસકોર્સ ખાતે આવેલી જેટકો કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા જય વિજયભાઇ પટેલે (ઉં.વ.૩૬) અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે સાડા દશ વાગ્યે હું મારી ઓફિસે હતો. તે દરમિયાન મારી ઓફિસના આર.એન.સી. ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ભાવિન કે. પટેલના ફોન પરથી તેમની પત્ની કિંજલબેનનો ફોન આવ્યો હતો. તેમણે મને એવું કહ્યું કે, હું પૈસા આપવા માટે ઓફિસે આવું છું. થોડીવાર પછી ભાવિન પટેલ અને તેની પત્ની કિંજલ મારી ઓફિસે આવ્યા અને મને નીચે જઈને વાત કરવા કહેતા હું તેમની સાથે ગૌતમ નગર સોસાયટીના ગેટ પાસે ગયો હતો. અંંગત અદાવતના કારણે ભાવિને મારો જમણો હાથ પકડી લીધો હતો. એ જ સમયે તેની પત્ની કિંજલે પોતાની હેન્ડબેગમાંથી ચપ્પુ કાઢીને મારા ડાબા હાથે મારી દીધું હતું.




