Baroda

માંજલપુર જગન્નાથપુરમ સોસાયટીમાં ડ્રોઇંગ રૃમમાં સૂતી વૃદ્ધા પર હુમલો કરી લૂંટ કરનાર મહિલા ઝડપાઇ

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
માંજલપુર, વડોદરામાં 81 વર્ષીય લીલાબેન પટેલના ઘરે ઘૂસીને એક મહિલાએ સૂતી વૃદ્ધાના માથામાં લાકડી મારી 1.70 લાખની 12 ગ્રામ સોનાની બંગડીઓ લૂંટી હતી. માંજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લૂંટ કરનાર સવિતાબેન રાઠોડને ઝડપી પાડી છે, જેણે 3 મહિના પહેલા પણ આ જ ઘરમાં ચોરી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર જગન્નાથપુરમ સોસાયટીમાં  ડ્રોઇંગ રૃમમાં સૂતી વૃદ્ધા પર  હુમલો કરી લૂંટ કરનાર મહિલા ઝડપાઇ

ઘરમાં સૂતી વૃદ્ધા પર હુમલો કરીને મહિલા સોનાની ૧૨ ગ્રામ વજનની બંગડીઓ બળજબરીથી કાઢીને ફરાર થઇ ગઇ હતી. માંજલપુર પોલીસે લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડી છે.
માંજલપુર લાલબાગ બ્રિજ પાસે જગન્નાથપુરમ સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષના લીલાબેન નગીનભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હતા. ૧૫ વર્ષ અગાઉ તેઓનું અવસાન થયું છે. તેમના પેન્શનના પૈસાથી મારૃં ગુજરાન ચાલે છે. ગઇકાલે હું મારા ઘરના બેઠકરૃમમાં સોફા પર સૂતી હતી. તે દરમિયાન સાડા પાંચ ુવાગ્યે એક મહિલા મારા ઘરમાં ઘુસી આવી હતી. તમારા ડાબા હાથે પહેરેલી સોનાની બંગડી તે કાઢવા જતા હું જાગી ગઇ હતી. મેં તેનો હાથ પકડી લેતા તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી.તેેણે ઘરમાં પડેલી એક્યુપ્રેશરની સ્ટીક મારા માથામાં મારીને મારા હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી લીધી હતી. મેં બૂમાબૂમ કરતા તે મહિલા નાસી ગઇ હતી. સોનાની ૧૨ ગ્રામ વજનની બંગડીઓ કિંમત રૃપિયા૧.૭૦ લાખની લઇને ભાગી ગયેલી મહિલાની માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બંગડીઓ ૩૫ વર્ષ જૂની હોવાનું વૃદ્ધાનું કહેવું છે.
દરમિયાન માંજલપુર પી.આઇ. કે.એચ. ચૌધરીએ આ ગુનામાં સામેલ સવિતાબેન હરીસિંહ રાઠોડ (રહે. બજરંગ નગર, દંતેશ્વર,તરસાલી) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવિતાબેને ત્રણ મહિના અગાઉ પણ આ ઘરમાંથી જ સોનાની બે બંગડીઓની ચોરી કરી હતી.