Baroda

કોઇ વ્યક્તિ સાથે વાત કરતી પતિને ઠપકો આપ્યા બાદ પત્ની પુત્રી સાથે ગાયબ, અપહરણની આશંકા

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ગોરવા કરોડિયા રોડ પરથી 25 વર્ષીય પરિણીતા તેની 4 વર્ષની પુત્રી સાથે ગુમ થતાં ચકચાર મચી છે. પતિએ અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. 19 ઓક્ટોબરે પત્ની મોબાઈલમાં ચેટ ડિલીટ કરતી જોવા મળી હતી અને બીજા દિવસે ઘરે તાળું મારી પત્ની અને બાળકી ગાયબ હતી. જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઇ વ્યક્તિ સાથે વાત કરતી પતિને ઠપકો આપ્યા બાદ પત્ની પુત્રી સાથે ગાયબ, અપહરણની આશંકા

Vadodara: ગોરવા કરોડિયા રોડ વિસ્તારમાં એક પરિણીતા તેની ચાર વર્ષીય પુત્રી સાથે ગૂમ થતાં પતિએ તેના અપહરણની શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી છે.

સોફિયા સ્કૂલ પાસે રહેતા 45 વર્ષીય રામદાસ રમાભાઇએ પોલીસને કહ્યું છે કે,મારી પત્નીની ઉંમર 25 વર્ષની છે અને અમારે એક ચાર વર્ષીય બાળકી છે.ગઇ તા.19મી ઓક્ટોબરે રાત્રે હું ઘેર આવ્યો ત્યારે પત્નીએ દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ તરત જ તે દોડીને પલંગ સુધી પહોંચી હતી અને મોબાઇલ લઇને કોઇ ચેટ ડિલીટ કરી હતી.

પતિએ કહ્યું છે કે,મેં તેને કોની સાથે વાત કરતી હતી તેમ પૂછતાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બીજા દિવસે હું ડ્રાઇવિંગના કામે અમદાવાદ એરપોર્ટ ગયો હતો. સવારે દસેક વાગ્યે મારી પુત્રીનો ફોન આવતાં મેં આવતાં મોડું થશે તેમ કહ્યું હતું.

બપોરે હું ઓફિસે પહોંચ્યો ત્યારે મારી પત્ની ફોન લેતી નહતી. થોડી વાર બાદ ફોન બંધ આવતો હતો. જેથી ઘેર જઇને તપાસ કરતાં તાળું જોવા મળ્યું હતું. ચાવી લઇને ઘર ખોલતાં મારી પત્ની અને બાળકી બંને ગૂમ જણાયા હતા. અગાઉ મારી પત્નીઆવી રીતે પિયર ચાલી ગઇ હોવાથી મને પિયર ગઇ હોવાની શંકા હતી. જેથી મેં ફોન કર્યો નહતો. પરંતુ ત્યારબાદ મારી સાળીનો ફોન આવતાં ખબર પડી હતી કે પત્ની પિયર પહોંચી જ નથી. જેથી કોઇ અજાણી વ્યક્તિ બંનેનું અપહરણ કરી ગઇ હોવાની આશંકા છે.જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.