Baroda
વડોદરામાં ડ્રગ્સ ક્યાં ક્યાં મળે છે..યુવતીનો વીડિયો વાયરલઃફતેગંજમાં રૃ.200 લઇને જાવ એટલે ડ્રગ્સ મળી જાય
By GS Team
5 Aug 20261 min read
વડોદરામાં ડ્રગ્સ ક્યાં મળે છે તે દર્શાવતો યુવતીનો વીડિયો વાયરલ થયો છે. ફતેગંજ, નવાયાર્ડ, જેતલપુર બ્રિજ જેવા વિસ્તારો અને પેડલરોના નામનો ઉલ્લેખ કરી, તેણે ૨૦૦ રૂપિયામાં ફતેગંજમાં ડ્રગ્સ મળતું હોવાનો દાવો કર્યો. યુવતીએ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા. પોલીસે માહિતી ન હોવાનું કહી, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાનું જણાવ્યું.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે તેની ઝુંબેશ ચલાવનાર યુવતીનો વીડિયો વાયરલ થયો છે.
ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવા માગણી કરતી યુવતીનું કહેવું છે કે,જો મારી પાસે ડ્રગ્સની માહિતી આવતી હોય તો પોલીસ પાસે પણ આવતી જ હશે.
આ યુવતી દ્વારા ફતેગંજ,નવાયાર્ડ, જેતલપુર બ્રિજ જેવા વિસ્તારો અને ડ્રગ્સ પેડલરોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ફતેગંજમાં તો રૃ.૨૦૦ લઇને જાવ તો ડ્રગ્સ મળી જાય તેમ કહ્યું છે.પોલીસે કહ્યું છે કે,અમારી પાસે સીધી માહિતી આવી નથી.આમ છતાં અમે જે વોચ રાખી રહ્યા છીએ.ડ્રગ્સના મુદ્દે વડોદરા પોલીસે ઝીરો ટોલરન્સની નિતી અપનાવી છે.