તારાપુર-અરણેજ નવી રેલવે લાઈનનો પ્રોજેક્ટ પાટા પર ક્યારે આવશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેનું અંતર ઘટાડી શકે તેવા તારાપુર-અરણેજ નવી રેલવે લાઈન પ્રોજેક્ટ મંજૂરીની છેલ્લા ૩૦ વર્ષથી રાહ જોવાઈ રહી છે. વારંવાર સર્વે, રેલવે બજેટમાં રજૂઆત અને સંસદમાં મુદ્દો ઉઠાવ્યા બાદ પણ કામગીરી આગળ ન વધતાં તારાપુર અને આસપાસના પંથકના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
અત્યાર સુધીમાં આ લાઈન માટે છ વખત સર્વેની કામગીરી હાથ ધરાઈ ચૂકી છે, પરંતુ નિર્માણ કાર્ય હજુ સુધી શરૂ થયું નથી. લોકસભા તથા રાજ્યસભામાં પણ આ પ્રશ્ન ઘણીવાર ઉઠાવાયો છે. વડોદરા ડીઆરએમ સાથે પણ ચર્ચા કરીને પ્રોજેક્ટને ઝડપી બનાવવા માગ કરાઈ છે.સર્વે મુજબ, આ સંભવિત લાઈન માટે જરૂરી જમીનમાંથી લગભગ ૬૦ ટકા જમીન ગુજરાત સરકારની માલિકીની જ છે, જ્યારે બાકી ૪૦ ટકા જમીન સંપાદિત કરવાની જરૂર પડશે તેવું જાણવા મળે છે. તારાપુરથી અરણેજ વચ્ચેના આ ૪૫ કિલોમીટરના પ્રોજેક્ટ માટે રૂા. ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે.
સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓ હવે માગ કરી રહ્યા છે કે રેલવે બોર્ડ અને રેલવે મંત્રાલય આ દાયકાઓ જૂના પ્રોજેક્ટને વિશેષ પ્રાથમિકતા આપી વહેલી તકે મંજૂરી આપે. હવે આણંદ- ખેડા અને તારાપુર પંથકના લોકોની નજર રેલવે બોર્ડ અને કેન્દ્રીય રેલવે મંત્રાલય પર મંડાઈ છે.
છેવાડાના ખંભાત-તારાપુર પંથકના વિકાસને વેગ
આ લાઈન શરૂ થાય તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરીનું અંતર ટૂંકું થશે. ભાવનગર જતી માલગાડીઓ હાલ અમદાવાદ-નડિયાદ-થઈને ફરે છે. નવી લાઈનથી સમયની બચત શક્ય છે. આણંદ-વિકાસને વેગ મળશે. ખંભાત બ્રોડગેજ લાઈન સાથે જોડાણ થતાં મુસાફરોનો સમય બચશે. ખંભાત-તારાપુર જેવા છેવાડાના વિસ્તારોના
બુટભવાની માતાના દર્શનાર્થીઓને લાભ
ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલા બુટભવાની માતાના મંદિરે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અરણેજમાં જૂનું રેલવે સ્ટેશન પણ આવેલું છે. જે આ સ્ટેશનને અપગ્રેડ કરી તારાપુર સુધી લાઈન લંબાવવામાં આવે, તો બંને વિસ્તારના વિકાસને વેગ મળી શકે તેમ છે અને શ્રદ્ધાળુઓ માટે દર્શન સરળ બનશે.




