Baroda

એમ.એસ.યુનિ.માં વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરવા ભેગા થયા તો પોલીસ ઉઠાવીને લઈ ગઈ

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
નીટ પેપર લીક વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ આંદોલનમાં ગુજરાતથી ગયેલા MS યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ગુજરાતમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓને જેલમાં નાખવામાં આવે છે. તેમને આંદોલનમાં ભાગ લેવા માટે ઘરમાં પણ વિરોધ કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિ.માં વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરવા ભેગા થયા તો પોલીસ ઉઠાવીને લઈ ગઈ

નીટ પરીક્ષાના પેપર લીકના વિરોધમાં દિલ્હીમાં જંતર- મંતર ખાતે થયેલા આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું પડયું છે.તેની વચ્ચે ગુજરાતથી આંદોલનમાં સામેલ થવા ગયેલા સ્ટુડન્ટસનો એક વિડિયો આજે એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી આલમમાં વાયરલ થયો છે.
આ વિડિયોમાં બે વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થઈને દિલ્હીમાં એક મીડિયા સાથેની વાતચીત કરતા જોઈ શકાય છે.વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં તો બહુ ખરાબ માહોલ છે.જો વિદ્યાર્થીઓ વિરોધ કરે તો તેમને જેલમાં નાખી દેવાય છે.એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરવા ( નીટ પેપર લીકના વિરોધમાં) માટે ભેગા થયા તો તેમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી.
આ સ્ટુડન્ટસ એમ.એસ.યુનિવર્સિટીના હોવાનું પણ વિદ્યાર્થી આલમમાં કહેવાઈ રહ્યું છે.બે પૈકીની એક વિદ્યાર્થિની એમ પણ કહે છે કે, મારે તો આ આંદોલનમાં ભાગ લેવા માટે ઘરમાં પણ પ્રોટેસ્ટ કરવો પડયો હતો.તો અન્ય એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મને તો મારા પિતાએ જ કકહ્યું હતું કે, તમારે આ આંદોલનમાં ભાગ લેવા માટે જવું જોઈએ.ઉલ્લેખનીય છે કે, આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં આર્ટસ ફેકલ્ટી ખાતેથી વિદ્યાર્થીઓએ આંદોલનના સમર્થનમાં રેલી કાઢવાની તૈયારી કરી હતી પણ તે પહેલા જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.