છઠ્ઠા ધોરણના બાળકે હેપી બર્થ ડે કહ્યું તો શિક્ષકે ઉશ્કેરાઈને લાફા ઝીંકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના સિધ્ધનાથ તળાવ રોડ પર આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા છઠ્ઠા ધોરણના બાળકે શિક્ષકને હેપી બર્થ ડે કહ્યું હતું.આટલી નજીવી બાબતમાં ગુસ્સે થઈ ગયેલા શિક્ષકે બાળકને લાફા મારતા મારી દેતા ઉહાપોહ મચી ગયો હતો.બાળકના પિતાએ સ્કૂલમાં જઈને આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
બાળકના પિતાએ કહ્યું હતું કે, મારા પુત્રને મેં આજે સવારે સ્કૂલે જવા માટે મેં તેને ઉઠાડયો હતો.તે સ્કૂલે જવા નહીં માંગતો હોવાથી તે પથારીમાંથી બહાર આવવા તૈયાર નહોતો.મેં તેને કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે, ગઈકાલે એટલે કે શુક્રવારે શાળામાં જયેશ પરમાર નામના શિક્ષકે તેને લાફા માર્યા હતા.માદા પુત્રે તેમને એટલું પૂછ્યું હતું કે, સર આજે તમારો બર્થ ડે છે? શિક્ષકે હા પાડી હતી અને તેઓ જતા હતા ત્યારે મારા પુત્રે તેમને હેપી બર્થ ડે કહેતા શિક્ષક અકળાઈ ગયા હતા અને તેને ક્લાસની બહાર લઈ જઈને માર માર્યો હતો.તેને કાનમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે અમે તેને સયાજી હોસ્પિટલ લઈ ગયા છે.
દરમિયાન વાલીએ સ્કૂલમાં હંગામો મચાવ્યા બાદ નવાપુરા પોલીસ મથકમાં પણ શિક્ષક જયેશ પરમાર સામે ફરિયાદ દાખલ કરવા માટે માગ કરી હતી.જોકે નવાપુરા પોલીસે કહ્યું હતું કે, હજી સુધી આ શિક્ષકની અટકાયત કે તેમની સામે પોલીસ ફરિયાદ કરાઈ નથી.
શિક્ષકે માફી માગી છે, કાર્યવાહી કરાશેઃ આચાર્ય
સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે,શિક્ષકને બોલાવીને પૂછપરછ કરી ત્યારે તેમણે માફી પણ માગી હતી.જોકે વાલી બહુ રોષે ભરાયેલા હતા અને તેમણે શિક્ષકને મારવાની ધમકી આપી હતી.સ્કૂલે શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.જોકે એ પછી પણ તેમનો ગુસ્સો યથાવત રહેતા અમે પોલીસ બોલાવી હતી.શિક્ષક જયેશ પરમારને બાળકે બર્થ ડેની શુભેચ્છા આપી હતી.જોકે શિક્ષકે જન્મ દિવસ નહીં હોવાની સ્પષ્ટતા કરી હોવા છતા બાળક વારંવાર હેપી બર્થ ડે બોલી રહ્યો હતો અને તેને જોઈ બીજા બાળકો પણ બૂમો પાડવા માંડયા હોવાથી શિક્ષકને ગુસ્સો આવ્યો હતો.જોકે સીસીટીવી કેમેરામાં ઘટના સ્પષ્ટપણે દેખાતી નથી.









