Baroda

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, ભોજન ખાવાલાયક હોતું નથી

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે. ABVP કાર્યકરો અને વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં પાણીની તંગી અને હલકી ગુણવત્તાવાળા ભોજન સામે વિરોધ કર્યો. વિદ્યાર્થિનીઓએ નાસ્તામાં જીવડાં અને સડેલા શાકભાજી મળ્યાની ફરિયાદ કરી. પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું. હોસ્ટેલ વોર્ડને તપાસ અને સુધારાની ખાતરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, ભોજન ખાવાલાયક હોતું નથી

વડોદરા ખાતેની રાજ્ય સરકારની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે.હોસ્ટેલમાં પાણીના ધાંધિયા હોવાનો અને હલકી ગુણવત્તાવાળુ ભોજન અપાતું હોવાનો આક્ષેપ કરીને એબીવીપીના કાર્યકરો અને કેટલીક વિદ્યાર્થિનીઓ હોબાળો મચાવ્યો હતો.
એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા પણ નાસ્તામાં જીવડું હતું.ભોજન માટે વપરાતા ડુંગળી બટાકા સડેલા હોવાનું પણ અમે દસ દિવસ પહેલા કરેલા ચેકિંગમાં બહાર આવ્યું હતું.હોસ્ટેલમાં ખાવાલાયક ભોજન અપાતું નથી અને તેના કારણે કેટલીય વિદ્યાર્થિનીઓને પેટે પાટા બાંધીને હવે બહાર ખાવાના વારો આવ્યો છે.કાર્યવાહી કરાશે તેવી બીકે વિદ્યાર્થિનીઓ અવાજ ઉઠાવતા ડરી રહી છે.ભોજનની ગુણવત્તા અંગે તો અગાઉ પણ આંદોલન થઈ ચૂકયા છે.સાથે સાથે વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, બે વર્ષથી પાણીના ધાંધિયા છે.પૂરતુ પાણી આવતું નહીં હોવાથી વોશરુમ્સ પણ યોગ્ય રીતે સાફ થતા નથી.પીવાના પાણી માટે ઘણી વખત વિદ્યાર્થિનીઓનએ એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં કે એક ફ્લોર પરથી બીજા ફ્લોર પર જવું પડે છે.છેલ્લા બે વર્ષથી પાઈપ લાઈન રિપેર થઈ રહી છે તેવો જવાબ હોસ્ટેલના સત્તાધીશો તરફથી અમને મળી રહ્યો છે.

અમે પોતે પણ મેસમાં જમીએ છેેઃ હોસ્ટેલ વોર્ડન
હોસ્ટેલના વોર્ડને કહ્યું હતું કે, વિદ્યાર્થિનીઓએ નાસ્તામાં જીવડાનો જે ફોટોગ્રાફ બતાવ્યો છે તે ક્યારનો છે તેની તપાસ કરવી પડશે.બાકી ભોજન બધાને ભાવે તેવું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.અમે પણ મેસમાં જમીએ છે.જેથી ભોજનની ગુણવત્તા ખબર પડે.વિદ્યાર્થિનીઓને ગમે ત્યારે ફરિયાદ કરવા માટે છૂટ છે.શક્ય છે કે, સતત એક જ પ્રકારનું જમવાના કારણે વિદ્યાર્થિનીઓ કંટાળી ગઈ હોય.ચોમાસામાં ક્યારેક જીવડાની સમસ્યા ઉભી થતી હોય છે.પીવાના પાણીની સમસ્યા અંગે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને અમે સંખ્યાબંધ વખત રજૂઆત કરી ચૂકયા છે.

ગોરવા આઈટીઆઈમાં પણ હંગામો
ગોરવા ખાતેની આઈટીઆઈમાં પણ સ્ટુડન્ટસ માટેના વોશરુમ્સ સાફ નહીં થતા હોવાના મુદ્દે વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.આ મુદ્દે પણ એબીવીપીએ રજૂઆત કર્યા બાદ આઈટીઆઈના સત્તાધીશોએ તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવાની ખાતરી આપી હતી.