પાણી લાઈન શિફ્ટિંગ માટે અંદાજથી ૭૮.૪૧ લાખ વધુનો ખર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સંકલ્પ ભૂમિ પાસે વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી સયાજીબાગ ટાંકીની હયાત ડીલીવરી તેમજ ફીડર લાઈનો શિફ્ટિંગની કામગીરી પાછળ અંદાજિત રકમથી રૃા.૭૮.૪૧ લાખનો વધુ ખર્ચ થયો છે.
દરખાસ્તમાં જણાવાયા મુજબ વોર્ડ નંબર ૩માં વિશ્વામિત્રી નદીમાં રહીને બે પાણીની લાઈનો પસાર થાય છે, જે વારંવાર લીકેજ થતી હોઈ ચોમાસામાં પાણીનું લેવલ નદીમાં વધી જવાથી સમારકામમાં મુશ્કેલી થાય છે. આ ઉપરાંત લીકેજના કારણે દૂષિત પાણી અને લો-પ્રેશરની ફરિયાદો વધે છે. આ કામગીરી ૩૦-૦૫-૨૦૨૫ દરમિયાન જીપીએમસી એક્ટની કલમ ૬૭-૩(સી) હેઠળ શરૃ કરાવી હતી.
કોર્પોરેશને કામગીરી માટે રૃા.૨,૦૧,૦૬,૪૨૬ના અંદાજથી ઈજારદારો પાસેથી ઓફર મંગાવતા ૬-૦૬-૨૫ના રોજ ઈજારદાર એ.કે. મેક ઈન્ફ્રા.પ્રા.લિ દ્વારા અંદાજથી ૪૭ ટકા વધુ મુજબ ઓફર રજૂ કરાઈ હતી. ઈજારદારને ભાવઘટાડો કરવા જણાવાતા ૩૯ ટકા વધુ મુજબ રૃા.૨,૭૯,૪૭,૯૩૨ રકમથી કામગીરી કરવા સંમતિ દર્શાવતા રકમ વ્યાજબી હોવાનુ જણાવાયું છે.
આ કામગીરી અંતર્ગત સંકલ્પ ભૂમિ પાસે વિશ્વામિત્રી નદીમાં સ્ટીલનો બ્રિજ બનાવી પાણી અને ડ્રેનેજની લાઈનો શિફ્ટ કરાઈ છે. આ ખર્ચની જાણ હેતુ દરખાસ્ત સ્થાયીમાં મજૂરી માટે રજૂ થઈ છે.




