નિઝામપુરાની સોસાયટીમાં પાણી સમસ્યાનો વિવાદ વકર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિઝામપુરામાં આવેલી ભવાનીપુરા સોસાયટીમાં પાણીની લાઈનના જોડાણને લઈને છેલ્લા ૧૫ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.
સોસાયટીના રહીશોનું કહેવું છે કે હાલમાં મ્યુનિ. કોર્પોરેશનની છ ઇંચની પાણીની લાઈનમાંથી સોસાયટીનાં આશરે ૧૦૦ મકાનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આવી સ્થિતિમાં સોસાયટીની મુખ્ય લાઈનના અધવચ્ચેથી ચાર મકાનો માટે ચાર ઇંચની નવી લાઈનનું જોડાણ કરવામાં આવતાં પાણીની સમસ્યા વધુ વિકટ બનશે.
વધુમાં ઉમેર્યું કે મુખ્ય લાઈનના અધવચ્ચેથી જોડાણ આપવામાં આવશે તો સોસાયટીના છેવાડાના ભાગમાં આવેલા મકાનો સુધી પૂરતા દબાણથી પાણી પહોંચશે નહીં, જેના કારણે રહીશોને વધુ હાલાકી ભોગવવી પડશે. સોસાયટીની મુખ્ય લાઈનના અધવચ્ચેથી જોડાણ આપવાને બદલે મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઈનમાંથી અલગ જોડાણ આપવામાં આવે.
પાણીના જોડાણને લઈને છેલ્લા ૧૫ દિવસથી વિવાદ ચાલી રહ્યો હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ નહીં આવતા આજે સોસાયટીના રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.




