Baroda
૧ કરોડની છેતરપિંડીનો વોન્ટેડ આરોપી ઝડપાયો
By GS Team
28 Jun 20261 min read
પાણીગેટ પોલીસે 6 વર્ષ અગાઉ નોંધાયેલા 1.03 કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલ રાજદયાલ રાયને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. નવાપુરાના સ્ટીલ વેપારી રમેશભાઈ બોકડીયા પાસેથી 2018માં અનિલે 1.24 કરોડનો માલ લીધો હતો, જેના 1.03 કરોડ ચૂકવવાના બાકી હતા. એલ.સી.બી. ઝોન-3 ટીમે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

છ વર્ષ અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
નવાપુરા આર.વી.દેસાઇ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઇ સોહનરાજ બોકડીયા સ્ટીલનો વેપાર કરે છે.જાન્યુઆરી ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન આરોપી અનિલ રાજદયાલ રાય (રહે.એમ.આઇ.ડી. વાલુજ, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા ૧.૨૪ કરોડનો માલ લેવામાં આવ્યો હતો.તે પૈકી ૧.૦૩ કરોડ રૃપિયા હજી ચૂકવવાના બાકી છે. ડિસેમ્બર - ૨૦૨૦ માં નોંધાયેલા આ ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલને એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.