Baroda

ટ્રાફિક નિયમનો ભંગ એટલેઅકસ્માતને આમંત્રણ ઃ ૧૦ મહિનામાં ૧૫૮ ના મોત

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી અકસ્માતો વધ્યા છે, જેમાં ઓક્ટોબરના અંત સુધીમાં 488 અકસ્માતો નોંધાયા, જેમાંથી 155 જીવલેણ હતા અને 158 લોકોએ જીવ ગુમાવ્યા. ટ્રાફિક વિભાગે દંડ ઉપરાંત સ્કૂલ-કોલેજોમાં 148 જાગૃતિ કાર્યક્રમો યોજ્યા, જેમાં 94,475 લોકો જોડાયા. આ પ્રયાસોથી ગત વર્ષની સરખામણીમાં અકસ્માતોની સંખ્યા 561 થી ઘટીને 488 થઈ છે, જે સકારાત્મક સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક નિયમનો ભંગ એટલેઅકસ્માતને આમંત્રણ ઃ ૧૦ મહિનામાં ૧૫૮ ના મોત

રસ્તાઓ પર વાહનોની વધતી જતી સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોનું પ્રમાણ પણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. વાહનચાલકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનું વાહન ચાલકો દ્વારા જ ઉલ્લંઘન કરવામાં આવે છે. જેના કારણે દર વર્ષે અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
ટ્રાફિક અવેરનેસ અંગે થયેલા કુલ ૧૪૮ કાર્યક્રમોની અસર ગત વર્ષની સરખામણીમાં અકસ્માતોની સંખ્યા ઘટી
વાહન ચાલકો ટ્રાફિક નિયમોને પોતાની સલામતી માટેનું કવચ માનવાને બદલે એક ઝંઝટ સમજે છે. આ માનસિકતાના કારણે દર વર્ષે હજારો લોકો પોતાના કીમતી જીવ ગુમાવે છે અને લાખો પરિવાર આઘાતમાં સરી પડે છે.
ટ્રાફિક નિયમોનો અમલ નહીં કરતા વાહન ચાલકો માટે દંડ વસૂલવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. તેમછતાં રોડ પ ર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા નજરે પડે છે. આ વર્ષે ઓક્ટોબર મહિનાના અંત સુધી વડોદરામાં કુલ ૪૮૮ અકસ્માતો નોંધાયા છે. જે પૈકી ૧૫૫ અકસ્માતો જીવલેણ નીવડયા છે. જેમાં ૧૫૮ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર વારંવાર સ્પષ્ટતા કરે છે કે, દંડ વસૂલવાનો હેતુ સરકારની કમાણી વધારવાનો નથી, પરંતુ નાગરિકોમાં શિસ્ત અને કાયદાનું પાલન કરવાની ટેવ પાડવાનો છે. દંંડ વસૂલવાની કામગીરી છતાં લોકો દ્વારા ટ્રાફિક નિયમોનો અમલ નહીં કરવામાં આવતા પોલીસે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક અવરનેસના કાર્યક્રમો સ્કૂલ અને કોલેજ સ્થળે શરૃ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોના કારણે શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગત વર્ષે ૫૬૧ અકસ્માતો થયાહતા. જે આ વર્ષે ઘટીને ૪૮૮ થઇ ગયા છે. આ વર્ષે પોલીસ દ્વારા અલગ - અલગ સ્થળે કુલ ૧૪૮ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૬ કાર્યક્રમો પૂર્વ વિસ્તારમાં અને ૯૨ કાર્યક્રમો પશ્ચિમ વિભાગમાં કરવામાં આવ્યા છે.જેમાં બાળકો સહિત કુલ ૯૪,૪૭૫ લોકોએ ભાગ લીધો હતો.