Baroda

બોટલ ચઢાવેલી હાલતમાં બાળ દર્દીને તેની માતા જાતે ઉંચકીને લઇ જતી હોવાનો વીડિયો વાયરલ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાઝી ગયેલા બાળકને બોટલ ચઢાવેલી હાલતમાં સ્ટ્રેચરને બદલે માતા ઊંચકીને અન્ય વોર્ડમાં લઈ જતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. 2 દિવસ પહેલાની આ ઘટનામાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. RMOએ જણાવ્યું કે, દર્દીને શિફ્ટ કરવા વ્હીલચેર, સ્ટ્રેચર ઉપલબ્ધ છે. આ અંગે તપાસ શરૂ કરી સ્ટાફના નિવેદનો લેવાઈ રહ્યા છે અને કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટલ ચઢાવેલી હાલતમાં  બાળ દર્દીને તેની માતા જાતે ઉંચકીને લઇ જતી હોવાનો વીડિયો વાયરલ

દાઝી ગયેલા બાળકને બોટલ ચઢાવેલી હાલતમાં સ્ટ્રેચરને બદલે માતા ઉંચકીને અન્ય વોર્ડમાં લઇ જતી હોવાનો સયાજી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે.
દાઝી ગયેલા બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યું હતું. પ્રાથમિક સારવાર પછી બોટલ ચઢાવીને બાળકને બાળરોગ વિભાગમાં લઇ જવાનું હતું. બાળકને સ્ટ્રેચરમાં લઇ જવાના બદલે માતા જાતે ઉંચકીને લઇ જાય છે જ્યારે અન્ય સંબંધી બોટલ પકડીને તેની પાછળ ચાલતા જાય છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બે દિવસ પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલના આર.એમ.ઓ. એ જણાવ્યું છે કે, દર્દીને શિફ્ટ કરવા માટે વ્હીલચેર, સ્ટ્રેચર અને ઇ વ્હીકલ પણ છે. તેવા સંજોગોમાં બાળકને શા માટે આ રીતે લઇ જવામાં આવ્યું ,તે અંગે તપાસ શરૃ કરી સ્ટાફના નિવેદનો લેવાનું શરૃ કરાયું છે. ત્યારબાદ પગલા લેવામાં આવશે.