Baroda

PM ઈલેક્ટ્રિક બસમાં સ્ટિયરિંગ છોડીને મોબાઈલમાં રીલ બનાવતો ડ્રાઇવરનો વિડીયો વાયરલ

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઇલેક્ટ્રિક બસ સેવા વિવાદમાં આવી છે. ચાલુ બસે ડ્રાઇવર મોબાઇલમાં રીલ બનાવતો હોવાનો વીડિયો વાયરલ થતાં મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. ડ્રાઇવરની આ બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના જાહેર પરિવહન તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM ઈલેક્ટ્રિક બસમાં સ્ટિયરિંગ છોડીને મોબાઈલમાં રીલ બનાવતો ડ્રાઇવરનો વિડીયો વાયરલ

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક બસ સેવાને લઈને વિવાદ સર્જાયો છે. દોડતી બસમાં ડ્રાઇવર સ્ટિયરિંગ પર પૂરતું ધ્યાન આપવાના બદલે મોબાઈલમાં રીલ બનાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

વાયરલ વીડિયોમાં ઈલેક્ટ્રિક બસનો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રીલ બનાવતો જોવા મળે છે. ડ્રાઇવરની આ બેદરકારીથી બસમાં મુસાફરી કરતા લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાહેર પરિવહનમાં ડ્રાઇવરે વાહન ચલાવતી વખતે સંપૂર્ણ ધ્યાન માર્ગ પર રાખવું જરૂરી હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતાં સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થતાં વડોદરા મહાનગરપાલિકાના જાહેર પરિવહન તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
આજના સમયમાં સોશિયલ મીડિયાનું વધતું વળગણ લોકોને રીલ અને વાયરલ થવાની હોડ તરફ દોરી રહ્યું છે. કેટલાક લોકો અવનવા અખતરા કરતા હોય છે, જેના કારણે ક્યારેક પોતાનો તો ક્યારેક બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે.