યુનિ.કેમ્પસના પાર્કિંગમાં યુગલની અશ્લીલ હરકતોનો વિડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં યુગલનો અશ્લીલ હરકતો કરતો વધુ એક વિડિયો વાયરલ થયો હતો અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
બે મહિના પહેલા જ આર્ટસ ફેકલ્ટીના ક્લાસરુમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના પ્રેમાલાપનો વિડિયો વાયરલ થયો હતો.આ મામલામાં ફેકલ્ટી સત્તાધીશોએ તેમની માફી મંગાવીને જવા દીધા હતા.જોકે હવે ક્લાસરુમની જગ્યાએ કેમ્પસમાં એક્સપરિમેન્ટ સ્કૂલ નજીક પાર્કિંગ લોટના ખૂણામાં વૃક્ષની નીચે યુવક અને યુવતી વચ્ચે પ્રેમાલાપનો વિડિયો વાયરલ થયો છે.
બીજી તરફ આ જ જગ્યાએથી ગણતરીના મીટરના અંતરે કેમ્પસમાં પ્રવેશવા માટેનો ગેટ પણ આવેલો છે અને અહીંયા સિક્યુરિટીનો પોઈન્ટ પણ છે.આમ છતા સિક્યુરિટીને તેની ખબર પડી નહોતી.જોકે વિડિયોમાં દેખાતા યુવક અને યુવતીની ઓળખ નથી થઈ શકી પણ તેઓ યુનિવર્સિટીના જ સ્ટુડન્ટસ હોવાનું મનાઈ રહ્યું છે.આ મામલામાં તો જોકે સત્તાધીશો તપાસ પણ કરી શકે તેમ નથી. કારણકે કેમ્પસમાં બિન સત્તાવાર રીતે દીવાળી વેકેશન શરુ થઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓની હાજરી સાવ ઓછી થઈ ગઈ છે.




