Baroda
તલવારથી કેક કટિંગ કરતા હોવાનો વીડિયો વાયરલ
By GS Team
29 Aug 20261 min read
વડોદરામાં ઈદની ઉજવણી દરમિયાન યાકુતપુરા નજીક જાહેરમાં તલવારથી કેક કાપનારા 2 યુવકો સામે સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકરમ સિન્ધી (ઉં.વ. 24) અને મોહંમદનદીમ ઉર્ફે ભોલુ દાઢી (ઉં.વ. 40) નામના યુવકોએ 26મીએ વહેલી સવારે આ કૃત્ય કર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે તલવાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

તલવારથી કેક કટિંગ કરતા બે યુવકો સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં ઇદની ઉજવણી દરમિયાન કેક કટિંગના મથાળા હેઠળ એક વીડિયો હતો. જેની તપાસ પોલીસે કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, ૨૬ મી તારીખે મળસ્કે ચાર વાગ્યે યાકુતપુરા હજરત એપાર્ટમેન્ટ નજીક જાહેર રોડ પર બે શખ્સ એકબીજાથી થોડા અંતરે હાથમાં તલવાર જેવું હથિયાર લઇને ઊભા હતા અને કેક કટિંગ કરતા હતા. આ બંને યુવકો અકરમ ફારૃખભાઇ સિન્ધી, ઉં.વ.૨૪ (રહે. અજબડી મિલ પાસે) તથા મોહંમદનદીમ ઉર્ફે ભોલુ દાઢી ગુલામ દસ્તગીર સિન્ધી, ઉં.વ.૪૦ (રહે. યાકુતપુરા) ની સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી તલવાર કબજે કરી છે.