Baroda

કરજણ અને ડેસરમાં બે દિવસમાં પાંચ કરોડના વાહનો કબજે

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લા ખાણ ખનીજ કચેરીની ટીમે સાવલી, ડેસર અને કરજણમાં 2 દિવસમાં કાર્યવાહી કરી. ગેરકાયદે રેતી ખનન અને ખનીજ વહન બદલ 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં 4 હિટાચી, 1 જેસીબી, 2 ટ્રેક્ટર અને 14 ટ્રક જપ્ત કરાયા છે. છાલિયેર, જાલમપુરા, પીપળીયા શિહોરા અને સારિંગ નારેશ્વર રોડ પરથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કરજણ અને ડેસરમાં બે દિવસમાં પાંચ કરોડના વાહનો કબજે

વડોદરા જિલ્લા ખાણ ખનીજ કચેરી ની તપાસ ટીમ દ્વારા બે દિવસમાં સાવલી, ડેસર અને કરજણમાં કાર્યવાહી કરી આશરે પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
ડેસર તાલુકાના છાલિયેર, સાવલી તાલુકાના જાલમપુરા ગામે ગેરકાયદે રેતી ખનનના મુદ્દે ખાતે ૨ હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા છે. વડોદરા તથા સાવલી તાલુકામાં કુલ મળી ને ૪ ટ્રક અવરલોડ ખનિજ વહન કરતા તથા ૨ ટ્રક ગેરકાયદેસર ખનીજ ભરીને જતા કબજે કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે ગત ૮ મી તારીખે કરજણ તાલુકા ખાતે સારિંગ નારેશ્વર રોડ પરથી ૫ ટ્રક કબજે કરાયા છે.ડેસર તાલુકાના પીપળીયા શિહોરા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ૨ ટ્રેકટર, ૩ ટ્રક,૧ જેસીબી મશીન તેમજ ૧ હિટાચી મશીન સાદી રેતી ખનીજના ગેરકાયદે ખોદકામ કરવા બદલ કબજે કરાયા છે. સાવલીના જાલમપુરા ગામે સતત બીજા દિવસે ખાતેથી ૧ હિટાચી મશીન સાદી રેતી ખનીજના ગેરકાયદે ખોદકામ કરવા બદલ જપ્ત કરાયું છે.