Baroda

યુનિ.માં વિવિધ પીજી કોર્સનું શિક્ષણ ઓગસ્ટથી જ શરુ થાય તેવી વકી

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીમાં પીજી કોર્સના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જીકાસ પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં 2031 વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ મેળવ્યો. કોમર્સ ફેકલ્ટીના M.Com.માં સૌથી વધુ 785 અને લો ફેકલ્ટીમાં 397 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. 17મીથી બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થશે. પીજી કોર્સનું શિક્ષણકાર્ય ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.માં વિવિધ પીજી કોર્સનું શિક્ષણ ઓગસ્ટથી જ શરુ થાય તેવી વકી

એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે.હજી બીજા બે રાઉન્ડ બાકી હોવાથી પીજી કોર્સમાં શિક્ષણકાર્ય ઓગસ્ટથી શરુ થાય તેવી વકી છે.
યુનિવર્સિટી સત્તાધીશો એફવાયનું શિક્ષણ કાર્ય આ વર્ષે સમયસર શરુ કરી શકયા છે પણ પીજી કોર્સ માટે એવું કહી શકાય તેમ નથી.આ માટેની એડમિશન પ્રક્રિયા પણ સરકારના જીકાસ પોર્ટલ થકી જ હાથ ધરાઈ છે અને તેનો પહેલો રાઉન્ડ તા.૧૫ના રોજ પૂરો થયો છે.તા.૧૭થી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરુ થશે.
પહેલા રાઉન્ડના અંતે ૨૦૩૧ વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ મેળવી લીધો છે.જેમાં સ્વાભાવિક રીતે સૌથી વધારે ૭૮૫ વિદ્યાર્થીઓના એડમિશન કોમર્સ ફેકલ્ટીના એમકોમના કોર્સમાં થયા છે.બીજા ક્રમે લો ફેકલ્ટી છે.જ્યાં ૩૯૭ વિદ્યાર્થીઓના એડમિશન થયા છે.

કઈ ફેકલ્ટીમાં કેટલા એડમિશન
આર્ટસ ૨૧૭
કોમર્સ ૭૮૫
એજ્યુકેશન ૧૨૮
હોમસાયન્સ ૭૪
ફાઈન આર્ટસ ૭૩
જર્નાલિઝમ ૧૧
લો ૩૯૭
મેનેજમેન્ટ ૩૬
પરફોર્મિંગ આર્ટસ ૯
સાયન્સ ૧૮૬
સોશ્યલ વર્ક ૬૭
ટેકનોલોજી ૪૮