વડોદરાના પ્રિયાંશુ મોલિયાની ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ અંડર-23 ટીમના કેપ્ટન તરીકે પસંદગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના યુવા ક્રિકેટર પ્રિયાંશુ મોલિયાની રેસ્ટ ઓફ ઈન્ડિયા અંડર-23 ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ચેન્નાઈ ખાતે તમિલનાડુ સામે રમાનારી કોલ. સી.કે. નાયડુ ટ્રોફીની વિજેતા મેચમાં પ્રિયાંશુ ટીમનું નેતૃત્વ કરશે. કોલ. સી.કે.નાયડુ ટ્રોફી 2025-26માં પ્રિયાંશુએ માત્ર છ મેચમાં 834 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંડર-23 વન-ડે સ્પર્ધામાં સાત મેચમાં 401 રન બનાવી તે બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.
વિજય હજારે ટ્રોફી 2025-26માં પણ પ્રિયાંશુનું બેટ બોલ્યું હતું. સાત મેચમાં તેણે 379 રન નોંધાવ્યા હતા, જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. સતત ત્રણ અલગ-અલગ સ્તરની સ્પર્ધામાં કરેલા નોંધપાત્ર પ્રદર્શનના પગલે હવે તેને રેસ્ટ ઓફ ઈન્ડિયા અંડર-23 ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.




