Baroda

વડોદરા: સુભાનપુરાના બંધ મકાનના તાળા તોડીને દોઢ લાખની ચોરી

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના સુભાનપુરામાં બંધ મકાનના તાળા તોડી ચોર ટોળકી રૂ. 1.50 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગઈ છે. વાપી રહેતા હેતલ શાહના સુભાનપુરા જૈન દેરાસર પાસેના મકાનમાં 4થી 7 તારીખ વચ્ચે ચોરી થઈ હતી. પાડોશીએ જાણ કરતા, ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, થાળી અને રોકડા 30 હજાર ચોરાયા હોવાનું સામે આવ્યું. ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સુભાનપુરાના બંધ મકાનના તાળા તોડીને દોઢ લાખની ચોરી

Vadodara: સુભાનપુરાના બંધ મકાનના તાળા તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડા 30 હજાર લઇને ચોર ટોળકી ફરાર થઇ ગઇ હતી.

સુભાનપુરા જૈન દેરાસરની બાજુમાં મેહુલ જૈન સોસાયટીમાં રહેતા હેતલ પ્રવિણચંદ્ર શાહ હાલ વલસાડ જિલ્લાના વાપી ખાતે રહે છે અને વાપીની કંપનીમાં નોકરી કરે છે. ગત 4થી તારીખે તેમના વડોદરાના મકાનને મારેલું તાળું વ્યવસ્થિત હતું. ત્યારબાદ 7મી તારીખે પાડોશીએ ચોરીની જાણ કરી હતી. જેથી, તેઓએ વડોદરા ઘરે આવીને ચેક કરતા ચોર ટોળકી ઘરમાંથી સોના - ચાંદીના દાગીના, થાળી અને રોકડા 30 હજાર મળી કુલ રૂપિયા દોઢ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.