Baroda

વડોદરા પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઈવ, ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા એક ડઝન શકમંદોની તપાસ

By GS Team
23 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ અપનાવી મેગા ડ્રાઇવ યોજી હતી. શહેર પોલીસ કમિશનરની આગેવાની હેઠળ નવલખી, પાણીગેટ, ગોરવા સહિત 8 ડાર્ક સ્પોટ પર ટીમો ત્રાટકી હતી. વાહન ચેકિંગ ઉપરાંત ખાસ કીટથી તપાસ કરતા 40 શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. 12 જેટલા લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાની આશંકા છે. તેમના ટેસ્ટ કરાવી કાયદેસર કાર્યવાહી કરાશે. આ ઝુંબેશ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઈવ, ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા એક ડઝન શકમંદોની તપાસ

Vadodara Police : વડોદરામાં ડ્રગ્સ સામે પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તેના ભાગરૂપે ગઈકાલે રાત્રે મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશનરની આગેવાની હેઠળ ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે શહેરના નવલખી કમ્પાઉન્ડ, પાણીગેટ, ગોરવા સહિતના આઠ ડાર્ક સ્પોટ ઉપર પોલીસની ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
પોલીસે વાહન ચેકિંગ ઉપરાંત વિશેષ કીટ દ્વારા ડ્રગ્સ એડિક્ટની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે 40 જેટલા શકમંદોની અટકાયત કરી હતી. જેમાં એક ડઝન જેટલા લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હોય એવી આશંકા સેવાઇ રહી છે.
પોલીસે કહ્યું છે કે ડ્રગ્સનું સેવન કર્યું હશે તેવા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમાં ડ્રગ્સ લીધું હોવાની વિગતો મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવનાર છે.