વડોદરા: સલાટવાડામાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ, જુગારધામના સંચાલક સહિત 6 જુગારીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: સલાટવાડા રબારીવાસમાં ચાલતા જુગારધામ પર ડીસીબી પોલીસે દરોડો પાડીને રોકડા અને મોબાઇલ મળીને 30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતો રિતેશ હસમુખભાઇ બારોટ તેના બીજા મકાનમાં સલાટવાડા તુલસીબાઇની ચાલી રબારીવાસમાં જુગારધામ ચલાવે છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા છ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં (1) રિતેશ બારોટ (2) સંજય જેન્તીભાઇ બારોટ (3) સંજય દિલીપભાઇ બારોટ (4) ગિરીશ ભીખાભાઇ બારોટ (5) ધર્મેન્દ્ર શંકરભાઇ બારોટ ( તમામ રહે. સલાટવાડા) તથા નાસીર મહંમદ મયુર મહંદમ શેખ (રહે. સોહદ એપાર્ટમેન્ટ, નાગરવાડા) નો સમાવેશ થાય છે. પોલીસે રોકડા અને મોબાઇલ ફોન મળીને કુલ 30,120 રૂપિયાની મતા કબજે કરી છે.









