Baroda
ઓલ ઈન્ડિયા મલખમ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓનો દબદબો
By GS Team
1 Oct 20261 min read
ઝાંસીમાં યોજાયેલી શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઇન્ડિયા મલખમ ચેમ્પિયનશિપમાં ગુજરાતે શાનદાર દેખાવ કર્યો. અંડર-18 બોયઝ અને અંડર-14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યા. અંડર-16 ગર્લ્સે સિલ્વર અને અંડર-14 બોયઝે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. રુદ્ર રાજપૂતે ગોલ્ડ, દેવવ્રત પંડ્યા અને સાલવી તાડકસેએ સિલ્વર જીત્યા. દિયા જોશી અને દિયા રાવલે બ્રોન્ઝ ચંદ્રક મેળવ્યા. વડોદરામાં ટીમનું ભવ્ય સ્વાગત કરાયું.
Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે યોજાયેલી શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઇન્ડિયા મલખમ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-૧૮ બોયઝ અને અંડર-૧૪ ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને સિદ્ધિ મેળવી છે.
૨૭થી ૨૯ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશનાં ૧૪ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાતની અંડર-૧૬ ગર્લ્સ ટીમે સિલ્વર અને અંડર-૧૪ બોયઝ ટીમે કોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
વ્યક્તિગત મલખમ સ્પર્ધામાં રૃદ્ર રાજપૂતે ગોલ્ડ અને દેવવ્રત પંડયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે સાલવી તાડકસેએ સિલ્વર તથા દિયા જોશી અને દિયા રાવલે બ્રોન્ઝ ચંદ્રક મેળવ્યા હતા. સ્પર્ધામાંથી પરત ફરેલી ટીમનું વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું હતું.