વડોદરા પાલિકાના બિલ્ડિંગ પ્રોજેક્ટમાં છબરડો : બોલો, 18 દિવસમાં વાર્ષિક ઇજારો પૂર્ણ થઈ ગયો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગની એક દરખાસ્તમાં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા અને તારીખોને લઈને ગંભીર છબરડો સામે આવ્યો છે.
વર્ષ 2025-26 માટેના વાર્ષિક ઇજારા અંગેની દરખાસ્તમાં ઇજારદાર સચિન એસ.પોરેડીના 15.50 ટકા ઓછા ભાવપત્રકને ચાર કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ આપ્યાનું દર્શાવવામાં આવ્યું છે.
જોકે, દરખાસ્તમાં કોન્ટ્રાક્ટ મળ્યાની તારીખ 10 ઓક્ટોબર 2026 દર્શાવવામાં આવી છે, જ્યારે તેની સમયમર્યાદા 28 ઓક્ટોબર 2026ના રોજ પૂર્ણ થવાની હોવાનું જણાવાયું છે. આમ, જો દર્શાવેલી તારીખોને સાચી માનવામાં આવે તો 10 ઓક્ટોબરે મળેલો વાર્ષિક ઇજારો માત્ર 18 દિવસમાં પૂર્ણ થઈ જવાનો છબરડો દરખાસ્તમાં સામે આવે છે. સામાન્ય રીતે વાર્ષિક ઇજારાની સમયમર્યાદા એક વર્ષ માટે હોય છે.
આટલું જ નહીં, કોન્ટ્રાક્ટની ચાર કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદામાં વધુ રૂ.1.50 કરોડનો વધારો કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નવો ઇજારો મંજૂર ન થાય ત્યાં સુધી હાલના ઇજારાની સમયમર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત પણ સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.




