Baroda
વડોદરા: સ્વ.જે.વાય.લેલે અંડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
By GS Team
20 Sep 20261 min read
વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા સ્વ. જયવંત વાય. લેલેની યાદમાં અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું આયોજન કરાયું છે. 21 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 10 ટીમો વચ્ચે 23 મેચ રમાશે. મુંબઈ, પંજાબ, ગુજરાત સહિત 8 રાજ્યની ટીમો અને BCA-A, BCA-B ટીમો ભાગ લેશે. મેચો BCA, ઇન્ફિપ્રો, GSFC અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા સ્વ. જયવંત વાય. લેલેની સ્મૃતિમાં ઓલ ઈન્ડિયા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું આયોજન કરાયું છે. આગામી તા. 21 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં 10 ટીમો વચ્ચે કુલ 23 મેચ રમાશે. ટુર્નામેન્ટમાં મુંબઈ, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, વિદર્ભ અને ગોવા આઠ રાજ્ય ક્રિકેટ સહિત એસોસિએશનની ટીમો ઉપરાંત બીસીએ-એ અને બીસીએ-બી ટીમો ભાગ લેશે. મેચો બીસીએ સ્ટેડિયમ, ઈન્ફિપ્રો ક્રિકેટ ગ્રાઉન્ડ, જીએસએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.