વડોદરા: બેંક મેનેજરના બંધ મકાનમાંથી 1.83 લાખના દાગીનાની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન પાછળ આવેલ વિનાયક બંગલોઝ ખાતે રહેતા અને રાજકોટની એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય ભરતભાઈ ગોવિંદભાઈ કાળેના ભત્રીજા મયંક કાળેને બ્રેન હેમરેજ થતાં તેઓ છેલ્લા એક માસથી કમાટીબાગ પાસે આવેલ ભત્રીજાના ઘરે રોકાઈને 'વર્ક ફ્રોમ હોમ' કરી રહ્યા હતા. મકાનમાં નિયમિત રીતે કચરા-પોતા કરતી કામવાળા બહેન લક્ષ્મીબેન વસાવા સવારે આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું અને બેડરૂમની તિજોરી ખુલ્લી જણાઈ હતી. તેમણે પાડોશી વૈશાલીબેન શાહને જાણ કરતાં, વૈશાલીબેને
ભરતભાઈને ફોન કરી બનાવ અંગે માહિતગાર કર્યા હતા.
ભરતભાઈએ ઘરે આવી તપાસ કરતા બેડરૂમની લોખંડની તિજોરીનું લોક તોડીને લોકરમાં મુકેલ 10 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર (રૂ. 60,000), સોનાની બુટ્ટી (રૂ. 30,000), ચાંદીનો કળશ અને લોટો (રૂ. 70,000), ચાંદીની બંગડીઓ, ઝાઝર, સેટ તથા કમરનો ઝુડો મળી કુલ રૂ. 1,80,500ના દાગીના, રોકડા રૂ. 3,000 અને એક્સિસ બેંકની પાવર ઓફ અટોર્ની ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.




