વડોદરા: પૌત્રીને ટયુશનમાં લેવા જતા દાદાનું અકસ્માતમાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: પૌત્રીને ટયુશન ક્લાસમાં લેવા જતા સમયે ટુ વ્હીલર સ્લિપ થઇ જતા ઇજાગ્રસ્ત દાદાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર અલવાનાકા નારાયણનગરમાં રહેતા શિવાજીભાઇ વિઠ્ઠલભાઇ શિંદે (ઉં.વ.65) કલાલી ખાતે સિક્યુરિટીની નોકરી કરે છે. ગત 22મી તારીખે તેઓ ટુ વ્હીલર લઇને જાન્હવીને ટયુશન ક્લાસમાં લેવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન માંજલપુર સરસ્વતી ચોકડીથી તુલસીધામ જવાના રસ્તા પર ટુ વ્હીલર સ્લિપ થઇ જતા તેઓને ઇજા થઇ હતી. તેઓ ટુ વ્હીલર ઉભું કરીને ઘરે આવી ગયા હતા. સાંજે સાડા છ વાગ્યે તેઓ ઘરે બેભાન થઇ જતા પરિવારજનો તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે તેઓનું મોત થયું હતું.









