Baroda

વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો ડંકો

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાની પાવરલિફ્ટર અસ્મા ઝાબુઆવાલાએ દક્ષિણ આફ્રિકાના સનસિટિમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેણે સબ-જુનિયર ગર્લ્સ 84 કિલોગ્રામ કેટેગરીમાં છઠ્ઠો રેન્ક મેળવી વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તે પ્રથમ ખેલાડી બની છે. શનિવારે વડોદરા પરત ફરતા તેનું ભવ્ય સ્વાગત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો ડંકો

વડોદરાની પાવરલિફ્ટર અસ્મા ઝાબુઆવાલાએ સાઉથ આફ્રિકાની સનસિટિ ખાતે યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ સ્તરે છઠ્ઠો રેન્ક મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

અસ્માએ સબ- જુનિયર ગર્લ્સ ૮૪ કિલોગ્રામ કેટેગરીમાં ભારત તરફથી આ ચેમ્પિયનશિપમાં ભાગ લીઘો હતો. ગુજરાતમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ખેલાડી તરીકે પણ અસ્માની આ સિદ્ધિ મહત્વપૂર્ણ છે. આવતીકાલે શનિવારે અસ્મા વડોદરા પરત આવતા પરિવારજનો, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા સ્વાગત અને અભિવાદન કરાશે.

અસ્માએ માર્ચ ૨૦૨૫માં સ્પર્ધાત્મક પાવરલિફ્ટિંગની શરૃઆત કરી હતી. ટૂંકા ગાળામાં જ તેણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અસ્માના નામે બેન્ચ પ્રેસમાં ૮૦ કિલો, ડેડલિફ્ટમાં ૧૬૭.૫ કિલો અને ૩૯૦ કિલો ઓવરઓલ ટોટલના નેશનલ રેકોર્ડ નોંધાયેલા છે. તે બે વખત ગુજરાતમાં 'ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ'નો ખિતાબ જીતી ચૂકી છે. ઉપરાંત, નેશનલ સ્પર્ધામાં ચાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.

પાવરલિફ્ટિંગ ઉપરાંત અસ્માએ વેઇટલિફ્ટિંગમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી, સ્વિમર, કરાટે, રાઇફલ શૂટિંગ અને ઘોડેસવારી જેવી રમતોમાં પણ સક્રિય છે.