Baroda

વડોદરા: દુબઈના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી છેતરપિંડી

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં દુબઈના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી અરવલ્લીના યુવક પાસેથી ₹1.10 લાખ પડાવી લેનાર વિઝા કન્સલ્ટન્ટ રાહુલ રાજપૂત અને તેના પાર્ટનર અક્ષય પટેલ વિરુદ્ધ અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલો મીતકુમાર પટેલ ₹1.30 લાખ ચૂકવ્યા છતાં છેતરાયો હતો, જેને હવે ન્યાય મળશે તેવી આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દુબઈના વર્ક  પરમિટ વિઝા અપાવવાનું કહી છેતરપિંડી

Vadodara: દુબઈના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી અરવલ્લીના યુવક પાસેથી 1.10 લાખ પડાવી લેનાર વિઝા કન્સલ્ટન્ટ સામે અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઘલા ગામે રહેતા અને ખેતી કરતા મીતકુમાર અતુલભાઇ પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ 2025માં ઇન્સ્ટાગ્રામ મારફતે (1) સ્કાયબીજ ગુ્રપના માલિક રાહુલ પ્રવિણભાઇ રાજપૂત (રહે. અનંત પાર્ક સોસાયટી, વાસણા રોડ) સાથે સંપર્કમાં આવ્યો હતો. તેમણે ઓફિસે મળવાનુ કહેતા તા.26-11-2025ના રોજ આર.કે. પ્લાઝા દીવાળીપુરા તેમની ઓફિસે મળવા ગયો હતો. તેમણે વિઝા અંગેની પ્રોસેસ કરી દુબઇ ખાતે નોકરી અપાવવાનું કહી 1.30 લાખ ખર્ચ થશે, તેવું જણાવ્યું હતું. જે પૈકી 30 હજાર એડવાન્સમાં અને બાકીના રૂપિયા વિઝા આવી ગયા પછી આપવાનું નક્કી થયું હતું. મે તેઓને 1.30 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. થોડા દિવસો પછી તેમના પાર્ટનર અક્ષય રજનીકાંત પટેલે (રહે. સરાડ ગામ, પોર જી.આઇ.ડી.સી. પાસે) કોલ કરીને વધુ રૃપિયાની માગણી કરી હતી. અને રૂપિયા નહીં આપો તો તમારું મેડિકલ નહીં કરાવું તેમજ પાસપોર્ટ પણ પરત આપુ નહીં તેવું જણાવી દુબઈ મોકલવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અવારનવાર રાહુલને ફોન કરતા તેણે માત્ર 20 હજાર પરત કર્યા હતા બાકીના રૂપિયા પાછા આપ્યા નહતા.