Baroda

વડોદરા: સમામાં વિદેશી દારુ વેચતા દેરાણી જેઠાણી પકડાયા

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા સંજયનગરમાં વિદેશી દારૂનો વેપાર કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી, મહેશ ભૂપેન્દ્રભાઈ માળીના ઘરેથી તેમની પત્ની મીનાબેન અને ભાભી ગજરાબેનને દારૂ વેચતા પકડ્યા હતા. રસોડા અને ટુ-વ્હીલરમાંથી 205 બોટલ દારૂ સહિત કુલ 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સમામાં વિદેશી દારુ વેચતા દેરાણી જેઠાણી પકડાયા

Vadodara: સમા સંજયનગરમાં વિદેશી દારૂનો ધંધો કરતી બે મહિલાને પોલીસે ઝડપી પાડી 90 હજાર ઉપરાંતનો દારુ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સમા પોલીસને માહિતી મળી હતી કે,સમા સંજયનગર માળી મહોલ્લામાં રહેતા મહેશ ભૂપેન્દ્રભાઇ માળી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી મૂક્યો છે. તે જથ્થામાંથી તેની પત્ની મીનાબેન તથા ભાભી ગજરાબેન દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા મીનાબેન રાજુભાઇ માળી તથા ગજરાબેન મહેશભાઇ માળી મળી આવ્યા હતા. પોલીસને રસોડામાં સંતાડી રાખેલો તથા ટુ વ્હીલરમાંથી પણ દારૃ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 205 બોટલ કિંમત રૂપિયા 90,218ની કબજે કરી છે. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.