Baroda

ખિસકોલી સર્કલ પાસે ફરી દબાણો ઉભા થતાં વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી : 10 ટ્રક સામાન કબજે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ખિસકોલી સર્કલ પાસે ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અગાઉ હટાવેલા લારી-ગલ્લાના દબાણો ફરી ઊભા થતાં મનપાની દબાણ શાખાએ કાર્યવાહી કરી. JCBની મદદથી શેડ અને ઓટલા તોડી 10 ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો. ટ્રાફિક સમસ્યા નિવારવા વોર્ડ 12 સ્ટાફ, ટીડીઓ અને અટલાદરા પોલીસ આ કામગીરીમાં જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ખિસકોલી સર્કલ પાસે ફરી દબાણો ઉભા થતાં વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી : 10 ટ્રક સામાન કબજે

Vadodara Corporation : વડોદરાના ખિસકોલી સર્કલ પાસે થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા લારી-ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે કાર્યવાહી બાદ ફરી રોડ લાઈનમાં દબાણો ઉભા થઈ જતાં આજે મનપાની દબાણ શાખાની ટીમ ફરી ત્રાટકી હતી.
મનપાની ટીમ દ્વારા રોડ લાઈનમાં નડતરરૂપ હંગામી દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લારી-ગલ્લા ઉપરાંત શેડ અને ઓટલાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી ઓટલા અને શેડ તોડી પાડીને રોડ લાઈન ખુલ્લી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન લારી-ગલ્લા, શેડ સહિતનો પરચુરણ સામાન મળી કુલ 10 ટ્રક જેટલો સામાન કબજે લેવામાં આવ્યો હતો. રોડ પરના હંગામી દબાણોના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ દબાણ હટાવ કામગીરીમાં મનપાના વોર્ડ નંબર 12નો સ્ટાફ, ટીડીઓ વિભાગ, દબાણ શાખા તથા અટલાદરા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક જામની ભારે સમસ્યા થાય છે.