Baroda

વડોદરાના કલેકટરનું ફેક એકાઉન્ટ બન્યું, કોન્ટેક્ટ નંબરો ઉપર મેસેજ મળતા સાયબર સેલમાં ફરિયાદ

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઈન ઠગોએ કલેક્ટર અનિલ ધામેલીયાનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું છે. પ્રોફાઇલમાં કલેક્ટરનો ફોટો અને IAS અનિલ ધામેલીયા લખી લોકોના ખબર અંતર પૂછતા મેસેજ મોકલાયા હતા. આશ્ચર્ય સાથે શંકા જતાં કલેક્ટરને જાણ કરાઈ હતી. તાત્કાલિક કોન્ટેક્ટ લિસ્ટના લોકોને એલર્ટ કરીને સાયબર સેલને જાણ કરવામાં આવી છે, જેથી કોઈ છેતરપિંડીનો ભોગ ન બને.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કલેકટરનું ફેક એકાઉન્ટ બન્યું, કોન્ટેક્ટ નંબરો ઉપર મેસેજ મળતા સાયબર સેલમાં ફરિયાદ

Vadodara: વડોદરા શહેરના પોલીસ કમિશનર, મંત્રી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના ફેક એકાઉન્ટ બનવાના કિસ્સાઓ બાદ હવે કલેક્ટરનું પણ બોગસ એકાઉન્ટ બનાવીને મેસેજ આપવામાં આવી રહ્યા હોવાના કિસ્સા બહાર આવતા સાયબર સેલ ને જાણ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાનું ઓનલાઈન ઠગોએ વોટ્સએપ ઉપર એકાઉન્ટ બનાવ્યું છે અને પ્રોફાઈલમાં તેમનો ફોટો અને આઈ એ એસ અનિલ ધામેલીયા લખી પરિચય આપેલો છે.

આ એકાઉન્ટ ઉપરથી કેટલાક લોકોને ખબર અંતર પૂછતા મેસેજ જતા આશ્ચર્ય સાથે શંકા થઈ હતી. જેથી કલેકટરને આ બાબતની જાણ થતાં તરત જ કોન્ટેક્ટ લિસ્ટના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈની સાથે છેતરપિંડી ન થાય અને આ એકાઉન્ટનો દુરુપયોગ ન થાય તે હેતુથી સાયબર સેલને જાણ કરવામાં આવી છે.