વડોદરા: સમાના પૂનમનગર પાસે વેપારી અને તેના બે ભાઇ પર હુમલો, તોડફોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: સમા વિસ્તારમાં જૂની અદાવતને કારણે કાર લઇને જતા વેપારી તેમજ તેના ભાઇ પર હુમલો કરવાનો બનાવ બન્યો હતો.હુમલા ખોરોએ કારની તોડફોડનો પણ પ્રયાસ કર્યો હતો.
સમાના પૂનમ નગર ચારરસ્તા પાસે ગાયત્રી નગર ડૂપ્લેક્સમાં રહેતાએલ્યુમિયમના વેપારી રાકેશ સુથારે પોલીસને કહ્યું છે કે,ગઇ રાત્રે હું મારા કઝીન રાજુ સુથાર સાથે જતો હતો ત્યારે પૂનમનગર પાસે ટોળું હોવાથી મેં રોંગ સાઇડ કાર કાઢી હતી.આ વખતે યોગેશ ઉર્ફે ભોલો(અખંડ દિપ સોસાયટી,સમા), વિપુલ લક્ષ્મણભાઇ રબારી, જયદીપ (પ્રાગજી નગર,ન્યુ સમા)અને મોતી સુથારે કાર પાછી કાઢો તેમ કહીને અમને બંનેને માર માર્યો હતો.
ત્યારબાદ અમે ઘેર પહોંચ્યા ત્યારે ફરી મારાભાઇ વિપુલ અને અન્ય એક વ્યક્તિએ પાછળ આવી મારા ભાઇને માર માર્યો હતો,તેમણે ઘરમાં ખુરશીઓ પણ ફેંકી હતી.જેથી સમા પોલીસે ગુનો નોંધ્યો છે.




