Baroda

વડોદરા: સ્માર્ટ સિટીના પ્રોડક્ટિવિટી રોડ પર ગટરના તૂટેલા ઢાંકણા: અકસ્માતનો ખતરો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના પોશ અલકાપુરી વિસ્તારમાં પ્રોડક્ટિવિટી રોડ પર તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતનું જોખમ ઉભું કરી રહ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડોના વિકાસ છતાં જાળવણીનો અભાવ દેખાઈ રહ્યો છે. સ્થાનિકોએ જાતે જ આડાશ મૂકી વાહનચાલકોને સાવચેત કર્યા છે. તંત્ર દ્વારા સમારકામ ન થતાં અને બિનજરૂરી બેરીકેડ હટાવવામાં ન આવતાં લોકો પરેશાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સ્માર્ટ સિટીના પ્રોડક્ટિવિટી રોડ પર ગટરના તૂટેલા ઢાંકણા: અકસ્માતનો ખતરો

Vadodara: શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીના પ્રોડક્ટિવિટી રોડ પર તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એરિયા બેઝ ડેવલોપમેન્ટ (ABD) વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવા છતાં રસ્તાઓ પર મૂળભૂત સુવિધાઓની જાળવણી સામે પ્રશ્નો ઊભા થયા છે.

પ્રોડક્ટિવિટી રોડ પર એક ગટરનું ઢાંકણું તૂટી જતાં રસ્તા પર જોખમી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત ટાળવા માટે સ્થાનિક રહીશોએ પોતાની રીતે આડાશ ઊભી કરી વાહનચાલકોને સાવચેત રહેવાની વ્યવસ્થા કરી છે. તંત્ર દ્વારા હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત નજીકમાં જ અન્ય એક ગટરનું ઢાંકણું અગાઉ તૂટી જતાં તેનું સમારકામ કરવામાં આવ્યું છે. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ પણ ત્યાં મૂકવામાં આવેલા બેરીકેડ દૂર કરવામાં આવ્યા નથી. પરિણામે રસ્તાનો એક ભાગ બિનજરૂરી રીતે અવરોધિત રહેતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે તૂટેલા ગટરના ઢાંકણાં અને બિનજરૂરી બેરીકેડના કારણે અકસ્માતની શક્યતા સતત બની રહે છે. જેથી તંત્રને યુદ્ધના ધોરણે તૂટેલા ઢાંકણાં બદલવા અને કામગીરી પૂર્ણ થયેલા સ્થળોએથી બેરીકેડ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.