Baroda

વડોદરા: કેશબેકની લાલચમાં બેંક કર્મચારી જ છેતરાયા

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી રોડ પર રહેતા કુંજ દવે સાથે ₹1,75,000ની છેતરપિંડી થઈ છે. સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કુંજ દવેને 15 સપ્ટેમ્બરે અજાણ્યા શખ્સે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. કેશબેક ઓફરની લાલચ આપી OTP મેળવી, તેમના BOBCARD ક્રેડિટ કાર્ડમાંથી ₹1,75,000 ઉપાડી લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કેશબેકની લાલચમાં બેંક કર્મચારી જ છેતરાયા

Vadodara: હરણી રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા અને મકરપુરા GIDC ખાતે આવેલી મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા કુંજ મુકેશકુમાર દવેએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ઓગસ્ટ ૨૦૨૬માં મેં બેંક ઓફ બરોડાનું 'BOBCARD' (ક્રેડિટ કાર્ડ) લીધું હતું. 15 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 3:17 વાગ્યે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે વાળા શખ્સે પોતે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે તેમ કહી મારી વિશ્વાસપાત્રતા જીતી લીધી. તેણે મારા ક્રેડિટ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી (CVV) નંબર પણ સામેથી સાચા બોલી બતાવ્યા, જેથી મને તેના પર જરાય શંકા ન ગઈ.

ત્યારબાદ તેણે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વીગી અને ઝોમેટો જેવા પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વિશેષ 'કેશબેક ઓફર' ચાલુ કરી આપવાની લાલચ આપી હતી. આ સુવિધા એક્ટિવેટ કરવાના બહાને તેણે મારા મોબાઈલ પર આવેલો ઓટીપી (OTP) માંગ્યો અને મેં તે આપ્યો. ઓટીપી આપતાની સાથે જ ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1,75,000 કટ થઈ ગયા હતા.